નવી દિલ્હી: આજના સમયમાં ગર્ભાવસ્થા દરમિયાન બાળકની યોગ્ય જાણકારીઓ મેળવવા માટે અલ્ટ્રાસાઉન્ડ એક સારી પદ્ધતિ બની ગઈ છે. તેનાથી આપણએ બાળકની દરેક એક્ટિવિટીની જાણકારી મેળવી શકીએ છીએ. પરંતુ બાળકની એકદમ અલગ કે ચમત્કારિક શક્તિઓ તમને સ્ક્રિન પર જોવા મળે તો તમે તે જોઈને શું કરશો? અચંબિત થશો કે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


(તસવીર સાભાર- Kennedy News and Media)


આવી જ એક ઘટના વર્જિનિયાની 17 વર્ષની ઈયાના કેરિંગટનના અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન જોવા મળી. જ્યારે તે પોતાના 24 અઠવાડિયાના બાળકનું સ્કેન કરાવી રહી હતી ક્યારે સ્ક્રિન પર એક નાનકડું બાળક જોવા મળ્યું. જો કે તે ઘણી શેતાની હરકતો કરતું હતું. બાળકની આ હરકતો જોઈને ડોક્ટર પણ આશ્ચર્યચકિત હતાં. જેવું બાળકે કેમેરાને જોયો કે તે આંખો ખોલીને હસવા લાગ્યું. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...